મારે ઈશ્વરને મળવું છે
મારે ઈશ્વરને મળવું છે
મારે ઈશ્વરને મળવું છે, મળીને શૂન્યનું સર્જન કરવું છે,
મારે ઈશ્વરને મળવું છે, મળીને આસ્તિકને આગળ લાવવા છે,
મારે ઈશ્વરને મળવું છે, મળીને કૃપાને કંડારવી છે,
મારે ઇશ્વરને મળવું છે, મળીને શ્રદ્ધાને સજાવવી છે,
મારે ઈશ્વરને મળવું છે, મળીને વિશ્વાસને વાવવો છે,
મારે ઈશ્વરને મળવું છે, મળીને મોહમાયાને મચોડવી છે,
મારે ઈશ્વરને મળવું છે, મળીને અંતકરણને અવિરત વહાવવું છે,
મારે ઇશ્વરને મળવું છે, મળીએ પરમાત્માને પામવા છે.
