મારે ગાવા છે ગીત
મારે ગાવા છે ગીત
મારે ગાવા છે રોજ નવા ગીત
ભૂલીને હાર ને જીત
મારે શીખવી છે પ્રેમની રીત
ભૂલીને હાર ને જીત
મારે ગાવા છે...
સૌ સંગાથે રમીએ ને ભણીએ
અંગ્રેજી શીખીએ ને ગણિત ગણીએ
મારું ચોટ્યુ છે શાળામાં ચિત
ભૂલીને હાર ને જીત
મારે ગાવા છે...
સ્વચ્છતા રાખીએ ને હાથ ધોઈ જમીએ
નાના બાલુડા સૌને રે ગમીએ
સારા કામ કરીએ નિત નિત
ભૂલીને હાર ને જીત
મારે ગાવા છે...
