STORYMIRROR

Chaitanya Joshi

Drama Inspirational Thriller

3  

Chaitanya Joshi

Drama Inspirational Thriller

મારા ઉરમાં

મારા ઉરમાં

1 min
14.1K


અવિરત સ્નેહનું ઝરણું ફૂટે છે મારા ઉરમાં,

જાણે કોઈ ખજાનો એ લૂંટે છે મારા ઉરમાં,


ટપક ટપકને ધબક ધબક સ્વભાવ હૃદયનો,

સતત એક નામ સ્મરણ ઘૂંટે છે મારા ઉરમાં,


ધડકન એની સુમધુર સંગીતને પ્રગટાવતી,

તોય હજુએ કૈંક એમાં ખૂટે છે મારા ઉરમાં,


શ્વાસ સરગમ સાથે તાલમેલ છે અકબંધ,

પુનરાવર્તનના પ્રયાસે કૈં રટે છે મારા ઉરમાં,


ઝંકૃત સ્પંદનો અદ્રશ્ય આનંદને અર્પનારાં,

હાજરી વણથંભી વિભુની ઘટે છે મારા ઉરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama