મારા સપનાની રાણી
મારા સપનાની રાણી
યાદ આવી રહી છે મુજને તારી,
રાતલડી બની છે વેરાન મારી,
દિલમાં છે તારી તસ્વીર વ્હાલી,
તું જ છો મારા સપનાની રાણી.
શીદને તું છૂપાવે છે સૂરત તારી ?
એવી કઈ ભૂલ થઈ હતી મારી,
ન રહે દૂર હવે તું મુજથી વ્હાલી,
તું જ છો મારા સપનાની રાણી.
લગન પ્રેમની અતિ લાગી છે તારી,
ભૂલ કબૂલ કરવા તૈયાર છું મારી,
દિલની ધડકન સાંભળી લે વ્હાલી,
તું જ છો મારા સપનાની રાણી.
રાત દિન વાટ જોઉં છું હું તારી,
મધુર વસંત મહેંકાવી જા મારી,
તારા વિરહમાં તડપું છું વ્હાલી,
તું જ છો મારા સપનાની રાણી.
આરાધના કરીશ હું સદાય તારી,
દોડીને આવી જા તું પાસ મારી,
"મુરલી" સમાવીશ દિલમાં વ્હાલી,
તું જ છો મારા સપનાની રાણી.

