મારા શ્વાસોની સરગમ છે તું
મારા શ્વાસોની સરગમ છે તું
હોય ભલે દિવસ કે પછી મધરાત,
હું તને હંમેશા યાદ કર્યા કરૂ છું,
મારા શ્વાસોની સરગમ છે તું,
મારી જીવન વીણાનો તાર છે તું,
તારી વિદ્યા અધૂરું છે મારું સંગીત,
મારા જીવનનું ગમતું ગીત છે તું,
મારો પ્રિયતમ મારો મીત છે તું,
તારા વિના અધૂરી ગઝલ છે મારી,
મારી ગઝલનો સુંદર પ્રાસ છે તું,
તારા નામથી જ ધડકે મારું હૈયું,
મારો શ્વાસોની સરગમ છે તું,
મારી અણમોલ દોલત છે તું,
ઈશ્વર તરફથી મળેલ ઉપહાર છો તું,
ભલે અધરાત હોય કે મધરાત,
તારી યાદો સાથે જોડાયેલી રહું છું હું,
મારું સપનું મારી હકીકત છે તું.

