STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

મારા પ્રેમનો પ્રભાવ

મારા પ્રેમનો પ્રભાવ

1 min
362

મારા ચહેરાને એટલો ધ્યાનથી જોશો નહીં,

જો ક્યાંક તમારી નજર મળી જશે તો મારા, 

નયનોના આયનામાંથી છબી ભૂસાશે નહીં.


મારા શબ્દોને બહું ઊંડાણથી વાંચશો નહીં,

જો તમને કંઈક યાદ મનમાં રહી જશે તો,

તમે તેને ભૂલવાનો પ્રયત્ન કરી શકશો નહીં.


મારા દિલની ધડકનને કદી અનુભવતાં નહીં,

જો તમારી ધડકનનો તાલ તેમાં મળી જશે તો,

તમે ત્ ત્ થૈ નૃત્ય કર્યા વિના રહી શકશો નહીં.


મારા દિલમાં વસવાનો પ્રયત્ન કદી કરતા નહીં,

જો મારા પ્રેમાળ દિલમાં ભૂલથી વસી જશો તો, 

તમે મારા દિલમાંથી બહાર નિકળી શકશો નહીં.


મારી "મુરલી" ની તાનોથી તમે મગ્ન બનતાં નહીં,

જો તમારા કાનમાં મધુર તાનો પ્રવેશી જશે તો,

મારી સાથે મિલન કર્યા વિના રહી શકશો નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance