મારા પ્રભુજી
મારા પ્રભુજી
પ્રભુજી મારા જીવન
જ્યોતના રખવાળા
પ્રભુજી મારા જીવન
જ્યોતના હકદાર
મારા પ્રભુજી મનના મોહનથાળ
મીઠાશ આપનાર
મારા પ્રભુજી ગુણો ના ગિરિધર
ગુંજન કરનાર.
મારા પ્રભુજી આશિષના અવતાર
આશાઓ આપનાર
મારા પ્રભુજી કળાના કારીગર
કિર્તી થાપનાર
મારા પ્રભુજી આનંદના અરમાન
ઉમંગ આપનાર
મારા પ્રભુજી શબ્દોના સરકાર
વાચાને સ્થાપનાર
મારા પ્રભુજી જીવનને જીવાડનાર
જીવન આપનાર
પ્રભુજી મારા જીવન
જ્યોતના રખવાળા
