મારા પપ્પા મારા આદર્શ
મારા પપ્પા મારા આદર્શ
બલિદાન તમારૂં હરવક્ત જોયું છે,
તકલીફો સહન કરતા પણ જોયું છે,
અમારી જિદ ને કેવીરીતે પૂરી કરી પપ્પા ?
ઓછી આવકમાં ઘર ચલાવતા જોયું છે,
ફિલ્મોમાં બહુ સુપરમેન જોયા છે,
હરદમ તમને કામ કરતા જોયા છે,
મારા આદર્શ, મારા હીરો તમે પપ્પા,
મારા હીરોમાં કાયમ ઈમાન જોયા છે.
