મારા જીવનની અગત્યની વ્યક્તિ:મા
મારા જીવનની અગત્યની વ્યક્તિ:મા
'મારી મા' 'શારદા' નામે મારી મા,
સાક્ષાત સરસ્વતીનું રૂપ મારી મા,
માતાજી ની અખંડ ઉપાસક મારી મા,
મારા પપ્પાનું અડધું અંગ મારી મા.
સમગ્ર પરિવારની જોડતી કડી મારી મા,
આબાલ વૃદ્ધ વૃધ્ધ સૌની પ્રિય મારી મા,
મારું આગવું પીઠબળ મારી મા,
સુચારુ જીવન જીવવાની જડીબુટ્ટી મારી મા.
એક અમીઝરતું ઝરણું મારી મા,
એક અડગ, અડીખમ વ્યક્તિ મારી મા,
લોખંડી મનોબળની ધની મારી મા,
એનો સ્વર્ગવાસ એક શુન્યાવકાશ.
સ્વર્ગમાં પણ ચોક્કસ જ સૌને
વ્હાલી હશે મારી મા,
નામે શારદા 'મારી મા.
બે મિનિટમાં બનતી નુડલ્સ જેવી,
ચટાકેદાર, ચટપટી અને મસાલેદાર !
એનાં સ્વભાવની લહેજત એવી કે,
હરકોઇ એના વ્યક્તિત્વથી થતું તરબતર !
એની હાજરી કુટુંબમાં કરાવતી કલરવ,
આબાલ વૃધ્ધ સૌની પ્રિય મારી મા,
સમગ્ર કુંટુંબનું અવિભાજ્ય અંગ,
એનાં જવાથી સમગ્ર કુટુંબમાં વ્યાપ્યો સુનકાર !
એક અચલ, અડીખમ, સાલસ
અને આનંદીત વ્યક્તિત્વનો,
એક એવો ખાલીપો,
ના કોઈ ભરશે, ન ક્યારેય ભરાશે !