મારા ઘરમાં
મારા ઘરમાં
ફેલાયેલા કચરાને હું વાળીને ફેંકી દઉં,
હું અસ્તવ્યસ્ત પડેલા પુસ્તકોને ગોઠવી દઉં,
બારીના પડદાને ઝાટકી નાખું,
એક એક વાસણ ને રોજ પંપાળી લઉં,
લાદીનેય પોતું મારી ભીની હૂંફ આપું.
કપડાનેય પલાળી સૂકવીને થપ્પીઓ કરું,
મારી જિંદગી,
સવારે આવીને બપોર થઈ સાંજે થોડીવાર હળવી બનીને રાત્રે થાકીને સુઈ જાય છે....
કારણ કે હું સ્ત્રી છું.
