STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

માનવીની સમસ્યા

માનવીની સમસ્યા

1 min
313

મન ઈશ્ચરે સૌને આપ્યું છે,

પણ વિચારણા સૌની અલગ છે;

માનવ ખરાબ જ વિચાર્યા કરે તો,

તેમાં મનનો શું દોષ છે ?


આંખ ઈશ્ચરે સોને આપી છે,

પણ જોવાની ટેવ સૌની અલગ છે;

માનવની નજર જ ખરાબ હોય તો, 

તેમાં આંખનો શુ દોષ છે ?


કાન ઈશ્ચરે સૌને આપ્યા છે,

પણ સાંભળવાની રીત સૌની અલગ છે;

માનવીને બુરાઈ જ સાંભળવી હોય તો,

તેમાં કાનનો શુ દોષ છે ?


જીભ ઈશ્ચરે સોને આપી છે,

પણ બોલવાની આદત સૌની અલગ છે;

માનવીની ભાષા જ કડવી હોય તો,

તેમાં જીભનો શુ દોષ છે ?


હૈયું ઈશ્ચરે સૌને આપ્યું છે,

પણ હૈયાની લાગણી સૌની અલગ છે;

માનવીનું હૈયું જ પથ્થર જેવું હોય તો,

તેમાં હૈયાનો શુ દોષ છે ?


હાથ ઈશ્ચરે સોને આપ્યા છે,

પણ કર્મો કરવાની ઈચ્છા સોની અલગ છે;

માનવી બુરા કર્મો જ કરતો હોય તો,

તેમાં હાથ નો શું દોષ છે ?


પગ ઈશ્ચરે સૌને આપ્યા છે,

પણ ચાલવાના રસ્તા સૌના અલગ છે;

માનવીને ખોટા રસ્તે જ ચાલવું હોય તો,

તેમાં પગનો શું દોષ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational