માનવી
માનવી
શ્વાસે ઉચ્છવાસે જીવ વ્યથાએ ઉપાડે માનવી,
ભૂલી બધુ બીકમાં ભાર પ્રથાનો ઉપાડે માનવી,
એક મુઠ્ઠી ઉમ્મીદ લઈ બેસે અચલ અંધારે માનવી,
ભીતરે સંબંધોની થાતી વલોપાત ન દેખાડે માનવી,
કાલની ફિકર આજ કરતાં ખુદને હણે છે માનવી,
હ્ર્દયમાં છે ઝખ્મો ઝાઝા ને દર્પણ કોરો દેખાડે માનવી,
દરદને કહ્યા વગર જીવ્યા કરે છે માનવી,
જીભ પરથી જો જીવે આવી વાત તો હથિયાર ઉપાડે માનવી.
