Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Inspirational

4  

Pravin Mehta

Inspirational

માનવ....

માનવ....

1 min
22


કોઈનાં ખબર પૂછવા આવો,

ચાય મૂકી દઈને પીવો કાવો.


કાયમ ઘરનું ભોજન ખાવો,

હેતથી હરિના ગુણલા ગાવો.


પીઠ પાછળ ના મારવા ઘાવો,

ભોજનને ચાવી ચાવીને ખાવો.


રોજેરોજ મંદિરે દર્શને જાવો,

કાયમ માટે રાગ, દ્વેષ મિટાવો.


આગળ વધો જહેમત ઉઠાવો,

રૂપિયા ખોટી રીતે નવ ઉડાવો.


કોઈને નોકરી,ધંધા પર ચઢાવો,

તકલીફ હોય, લોકોને જણાવો.


સૌ સાથ મળી જીવન વિતાવો,

ગરીબ લોકોને સહાયરૂપ થાવો.


કોર્ટ કચેરી ચઢી ના કરશો દાવો.


અતિથિને હસતા મુખે વધાવો,

માનવ જીવનને સુંદર બનાવો.


કુલદીપક બની કુળને દીપાવો,

સારા રહીને સમાજમાં ફાવો.


પીડીત લોકોને વધુ ન રીબાવો,

સબંધોને જીવનભર નિભાવો.


વાણી, પાણી, વ્યર્થ ન ગુમાવો,

રડતા લોકોને હસતા કરાવો.


જીવનમાં બસંતબહાર લાવો,

બાવળ નહીં પણ આંબા વાવો.


સમાજ વચ્ચે રહી ભાવ દર્શાવો,

આ દુનિયા છોડીને નવી વસાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational