Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Inspirational Others

3  

Pravin Mehta

Inspirational Others

લોકપ્રિય

લોકપ્રિય

1 min
34


માત્ર માનવ છું એ બોલ નહીં ખરેખર બનતો જા,

લોકપ્રિય બની લોકસમુહને સદાય તું ગમતો જા,


લોકપ્રેમ પામી લોકોને તું દિલથી પ્રેમ કરતો જા,

જિંદગીના રંગમંચ પર સારો અભિનય આપતો જા,


લોકો બેઘડી સાંભળે એવી મધુરવાણી બોલતો જા,

તારી સત્તાનો નશો ના ધરાવ સમાજમાં વસતો જા,


ભદ્ર લોકોમાં ભળી, રહેણી કહેણી તું જાણતો જા,

અભદ્રનું લોકોને છોડી, સારું વૃંદ જોઈ ભળતો જા,


પાત્ર જોઈ પીરસજે, અજ્ઞાનીથી દૂર જ ભાગતો જા,

બહાર અરીસો ના સજાવ અંદર સારો રાખતો જા,


ફરી ક્યાં પછી મળવાના, જીવન સફર ખેડતો જા,

ભલે કોઈ કરે ટીકા તારી છતાં એમને મળતો જા,


એનો જ આત્મા એને ડંખે એવું જીવન જીવતો જા,

કિનારો હજુ દૂર છે પતવાર લઈ હોડી હાંકતો જા,


તું નાવિક બનીને શ્રદ્ધાથી આ ભવસિંધુ તરતો જા,

આવે ટાપુ કે પછી મગરમચ્છો સામનો કરતો જા,

' પ્રવિણ 'હસતો, રમતો, નમતો, ગમતો, લખતો જા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational