Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

4.3  

Pravin Mehta

Others

હનુમાન જયંતી

હનુમાન જયંતી

1 min
44


આવ્યો આવ્યો હનુમાન જયંતિનો તહેવાર,

ચૈત્રસુદ પૂનમને વળી હનુમાનજીનો મંગળવાર.


હે દાદા તમારા જન્મદિને મારા વંદન વારંવાર,

માતા અંજનીના જાયા કહું કે કહું હું પવનકુમાર.


અતિરેક આનંદ ઉપજે મને કહેતા રુદ્રાવતાર,

રામને તમે ઋણી રાખ્યા બન્યા આજ્ઞા પાળનાર.


એકજ છલાંગે મહાવીર તમે સમુદ્ર પાર કરનાર,

સીતામાતાની શોધ કરી, જાનકીને કર્યા નમસ્કાર.


પ્રભુ મુદ્રિકા આપી જનકનંદિનીને દીધા સમાચાર,

હે મા તમે ધીરજ ધરજો અમે કરશું જયકાર.


થોડા દિનમાં આવશું કરવા રાવણ કુળ સંહાર,

રામ લક્ષ્મણ કુશળ છે મૈયા એ સૌના તારણહાર.


અશોક વાટિકામાં હનુમાજીએ કર્યો ફળાહાર,

વાટિકા માંથી વૃક્ષો ઉપાડી કર્યો અસુર સંહાર.


દડા માફક વૃક્ષો ફેંકી અસુરોના પ્રાણ હરનાર,

લંકા દહન કરી બજરંગીએ મચાવ્યો હાહાકાર.


કળિયુગમાં હાજરાહજુર સૌના દુઃખ ટાળનાર,

'પ્રવિણ' કહે હે બળવંતા તમને મારા નમસ્કાર.


Rate this content
Log in