માનવ દેહ
માનવ દેહ
મસ્તીમાં રહેનાર માનવ છું હું,
જિંદગીને મસ્તીથી માણું છું,
અંધકાર જીવનનો દૂર કરી હું,
જીવનને ઉજાગર બનાવું છું,
સુખમાં આનંદથી જીવું છું હું,
સુખને જીરવવાનું શિખ્યો છુ,
દુઃખમાં નિરાશ થતો નથી હું,
દુઃખને સહેવાનું શિખ્યો છું,
અદ્દભૂત માનવ દેહ પામ્યો છું હું,
લખ ચોરાસીના ફેરા ફર્યો છું,
માનવ દેહને સાર્થક કરવા હું,
માનવતાની ધારા વહાવું છું,
નમ્રતાની ભાષા શિખ્યો છું હું,
અહંકારને કાયમ દૂર રાખું છું,
સન્માન મળે કે ન મળે તો પણ,
સૌનો સાથ-સહકાર નિભાવું છું,
મુશ્કેલી ભલે આવે તો પણ હું,
તેનું નિરાકરણ કરવાનું જાણું છું,
ભૂલા પડેલા દુઃખી જનોને હું,
તેની મંઝિલ સુધી પહોંચાડું છું,
શીશ ઝૂકાવું છું મારા પ્રભુને હું,
ભવ સાગર પાર કરવા માંગુ છું,
પ્રભુ પાસેથી પ્રેરણા મેળવીને હું,
માનવ દેહ સાર્થક કરવા ઈચ્છું છું.
