માણસ
માણસ
વ્યવહારોના વમળમાં ફસાતો જાય છે,
સંબંધોમાં પણ સરવાળા માંડતો જાય છે,
ભાવમાં હવે ભાગાકાર ભાગતો જાય છે,
લાગણીઓની બાદબાકી કરતો જાય છે,
આધુનિકતાના નામે ગુલામ બનતો જાય છે,
વાણી વિચાર અને વર્તનથી પડતો જાય છે,
ચંદ્ર સુધી પહોંચ્યો પડોશીના મન સુધી ક્યાં પહોંચે !
તોય લોકો કહે છે માણસ આગળ વધતો જાય છે,
મન મંદિરમાં અને જીવ જુત્તામાં રાખે છે,
જાતને પાછો ધાર્મિકતા સાથે સરખાવતો જાય છે,
કહેવાય છે ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો..
ને માણસ સગા ભાઈને પણ ક્યાં છોડતો જાય છે,
જીવ જગત અને જગદીશને ક્યાં જાણે છે !
અહંકાર સાથે ખોટા ફાંકા મારતો જાય છે.
