STORYMIRROR

Jn Patel

Inspirational Others

3  

Jn Patel

Inspirational Others

માણસ

માણસ

1 min
27.4K


કુતરાને વળી ક્યાં કમાવા જવું પડે છે !

ઉંદરને ભલા ક્યાં કોઇ મજુરી આપે છે !


પશુ પક્ષીના ઘર પ્લાન કોણ દોરે છે !

શિયાળની બુદ્ધિ ક્યાં કોઇ વાપરે છે !


કાચબાની ગતી ભલા કોણ ગમાડે છે !

ચિત્તાની પણ ક્યાં કોઇ હરીફાઇ કરે છે !


જંગલમાં ક્યાં કોઇ સભાઓ ભરે છે !

સિંહોને પણ ક્યાં કોઇ સલામ ભરે છે !


ચકલીઓ વળી ક્યાં ચડ્ડી પહેરે છે !

બાજને ક્યાં દૂરબીનની જરુર પડે છે !


કીડીને કણ, હાથીને મણ કોણ આપે છે !

તોય જગદીશ પર કોણ વિશ્વાસ રાખે છે !


છતાં ક્યાં કોઇ કોઇને ટાંગ અડાડે છે !

ને આ માણસ, આખા જગતને નડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational