માણસ
માણસ
જાતોમાં ને જાતોમાં જો અટવાયો માણસ,
ધર્મો ભેગો ઝંડો થઇ ને ફરકાયો માણસ.
ઊંચે ચડતાં જાતે નીચે પટકાયો માણસ,
ભીતર ભીતર અથડાઈ ને બટકાયો માણસ,
જાતોને પાડીને નીચી હરખાયો માણસ,
વાસણ ભેગો વાસણ થઇ ને ચમકાયો માણસ.
પૈસા ભેગો પૈસો થઇ ને સચવાયો માણસ,
માણસ ભેગો માણસને જો સળગાયો માણસ.
