STORYMIRROR

Mahendrasinh Rathod(રા.મ.)

Inspirational

3  

Mahendrasinh Rathod(રા.મ.)

Inspirational

માણો તમે રંગ કસુંબલ રાતો

માણો તમે રંગ કસુંબલ રાતો

1 min
183

માણો તમે રંગ કસુંબલ રાતો..

ખરા બંધાણી કોઈ ખંતથી ખેલે એની અંજળીમાં ઉભરાતો,


માણો તમે રંગ કસુંબલ રાતો..

હવે કાળજાવાળા કોક ભાગ્યે મળે, જેની ડેલીએ ડાયરો થાતો, 

ડાયરા માટે જેની ડેલીયું ઉઘાડી, એ પડ રે ભૂમિમાં પરખાતો,


માણો તમે રંગ કસુંબલ રાતો..

હોંસે હોંસે અમલ ઘૂંટે ખરલમાં, જાણે સોહમ શબ્દ ઘૂંટાતો, 

ખમીરવંતો ના ખોફ વચાળે, ગુણવંતી ગરણિયે ગળાતો, 


માણો તમે રંગ કસુંબલ રાતો..

રમત વિનાની રમઝટ જામે, સુધ પ્રેમ થકી પીરસાતો,

આવા કસુંબલ રંગને ભાળી, ઓલો ભગવાન ભળી જાતો,


માણો તમે રંગ કસુંબલ રાતો..

શુરવીરતાના શ્વેત રંગમાં, કસુંબો લાલ થાતો,

પ્રેમનો સાગર ભળે પ્યાલામાં, એ નામ સુધારસ કહેવાતો,


માણો તમે રંગ કસુંબલ રાતો..

બંધાણી કસુંબાના હતા જેણે અનુભવ કરાવ્યો, મેં કસુંબો પીધો મદમાતો,

કહે "માહી" આવા ડાયરાનાં દર્શન કરતા, મને આનંદ અંગ ઉભરાતો, 

માણો તમે રંગ કસુંબલ રાતો..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational