માંગુ છું
માંગુ છું


એક અરસાથી સાદગીને જીવી છે મેં
હવે હું તારી આંખોમાં સજવા માંગુ છું..
શક્ય હોય તો સમાવી લે આગોશમાં તારી
મહોબ્બતની હદ પાર તને ચાહવા માંગુ છું..
આ દિલ દુનિયા ફરીને તારી પાસે જ અટકે છે
તું જ મંજિલ મારી તારે હૈયે વિસામો માંગુ છું..
તારી એક નજર માટે આમ શાને તરસાવે છે
પ્રેમમાં બસ તારા આઠ પ્રહર જ તો માંગુ છું..
તો'ય છેલ્લે ઈચ્છે તો અળગો પડજે મારાથી
એ પહેલાં મારી છેલ્લી ક્ષણ તારા ખોળે માંગુ છું.