માં
માં
પ્રેમથી પુષ્કળ અને લાગણીથી લથપથ,
એવો એક અતુંલ્ય અક્ષર છે તું માં,
કરજોડી માં તારા અન્નપૂણા અને
મુખમાં તારા સરસ્વતી છે માં,
આંખોની મસ્તીમાંં ભગીની સાથેનું બચપન
અને ક્રોધે ભરાય તો માં દુર્ગા છે તું માં,
સંકટમાંં તલવાર સામે ઢાલ અને
સુખમાંં હોઠો પરનું મીઠું સ્મિત છે તું માં,
દુનિયાના બધા રુપનું એક મહાનરુપ કંઇક,
એટલેજ સર્વશ્રેષ્ઠ નારી શક્તિનું નામ છે તું માં,
બધાં કરતા અલગ પણ,
ભેળવો તો દૂધમાંં ભળતી સાકર,
એવી કંઇક આવી છે માંરી માં.
