STORYMIRROR

Mittal Purohit

Drama

4  

Mittal Purohit

Drama

માં

માં

1 min
554


  આંખોમાં નીતરતો જાય વ્હાલ કેરો દરિયો,

  સ્નેહનું ઝરણું વહેતું જ્યાં પ્રેમ એવો ભર્યો..


જોયા વિના જ આકાર દીધો, નવ મહિના કુખમાં,

 મારો વિચાર પહેલા કર્યો હોય ભલે તું દુ:ખમાં. 


પીડા સહી પ્રસવ કેરી જન્મ દીધો તેં મને જગમાં, 

પ્રભુ નો ચહેરો જોયો નથી, વહે તું જ મારી રગમાં..


ઝાલી ને તારો હાથ મેં તો- પા પા પગલી કરી,

પહેલો શબ્દ તેં શીખવ્યો 'માં' બાથ મુજને ભરી...


સંબંધ તારો મજબૂત એથી જોડી હતી ગર્ભનાળ,

ઉમર નો કોઈ બાધ ના રાખે હજુ તું એ જ સંભાળ...


 દેવો ના ચુકવી શકે જો ૠણ તારું ઓ માં,  

 તુચ્છ હું શીદ ચુકવીશ તારા સ્નેહને ઓ માં...


શ્વાસ આપ્યા તેં જ અને ધબકાર પણ તારી દેન,

ઉજાગરા કીધા તેં માં અને ઉંઘુ હું સુખ ચેન....




Rate this content
Log in

Similar gujarati poem from Drama