માળો ખાલીખમ થયો
માળો ખાલીખમ થયો
ખૂટે છે તમારા વિના ઘરમાં કઈ ખૂટે છે,
લાડકવાયાનાં સુખદ ભવિષ્ય માટે,
મોકલ્યા પરદેશ,
ઘર મારું ખાલી,
હૈયું પણ ખાલીખમ છે,
દીવાલો જાણે રડે છે,
આ બગીચાના ફૂલ પણ
આંસુ વહાવે છે,
હવે તો મોબાઇલ જાણે જાદુઈ ચિરાગ લાગે,
મારા લાડકવાયાનો ચહેરો દેખાડે,
મારું મોં મલકાવે,
પણ માથા પર ક્યાં હેતાળ હાથ ફેરવી શકાય છે,
હવે કોઈ પીઝા બર્ગરની ફરમાઈશ કરતું નથી,
હવે કોઈ આલુ પરોઠાની ફરમાઈશ કરતું નથી,
હવે કોઈ ધમાલ મસ્તી કરતું નથી,
ઘર ખાલી અંધારી ગુફા જેવું ભેંકાર ભાસે,
આ દિવાળી પણ દિલ જલાવી ને ગઈ હોય એવું લાગે,
હવે કોઈ હાથખર્ચી માગતું નથી,
પર્સ ખાલી કરતું નથી,
પર્સ પૈસાથી ખીચોખીચ છે,
પણ હૈયું ખાલીખમ છે,
પાનખર આવે ને બાગ ઉજ્જડ થાય,
એમ મારું હૈયું પણ ઉજ્જડ વિરાન થઈ ગયું,
પંખીઓ ઊડી ગયા,
માળો ખાલીખમ કરતા ગયા,
હૈયે પ્રેમની પીડા આપતા ગયા
પણ શું કરવું ?
લાડકવાયાના ઉજ્જવળ ભવિષ્ય ખાતર,
આ વેદનાઓ તો વેઠવી પડશે.
