માડી પધાર્યા મારે આંગણે રે લોલ
માડી પધાર્યા મારે આંગણે રે લોલ
માં ની આરાધના કરો રે
માં ને ગરબે રમાડો રે
માડી પધાર્યા મારે આંગણે રે લોલ...!
નવ નવ દીવડા પ્રગટાવો રે
માં ની આરતી ઉતારો રે
માડી પધાર્યા મારે આંગણે રે લોલ...!
કુમકુમના સાથિયા પૂરાવો રે
સ્વચ્છ આસન બિછાવો રે
માડી પધાર્યા મારે આંગણે રે લોલ....!
તોરણીયા બંધાવો રે
આંગણિયા સજાવો રે
માડી પધાર્યા મારે આંગણે રે લોલ....!
નવરંગી ચૂંદડી મંગાવો રે
માં ને ચૂંદડી ઓઢાડો રે
માડી પધાર્યા મારે આંગણે રે લોલ....!
રંગબેરંગી ફૂલડાં લયાવો રે
માં ના હારલા બનાવો રે
માડી પધાર્યા મારે આંગણે રે લોલ....!
