STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

4  

Arjun Gadhiya

Inspirational

માછલા તરજોને આઘા

માછલા તરજોને આઘા

1 min
466

કાંઠે તો જાળ નાખે ઝાઝાં,

માછલાં તરજોને આઘા…


કાંઠે હશો તો કિંમત નહિં રહે, (૨)

મધ્યનાં મોલ હોય ઝાઝાં,

માછલાં તરજોને આઘા…


ઉંચા મોજા તમને ફગાવી જાશે, (૨)

વચ્ચે વાળ નહિં થાય વાંકાં,

માછલાં તરજોને આઘા…


કાંઠે તો કાયર પણ હશે સામે, (૨)

વચ્ચે હશે મર્દ સમાં,

માછલાં તરજોને આઘા…


'અર્જુન' કે' કાંઠે તો હોય‌ કાંકરા, (૨)

વચ્ચે હોય હીરા સાચાં,

માછલાં તરજોને આઘા…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational