Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Inspirational

4  

Deviben Vyas

Inspirational

મા

મા

1 min
292


ચર્મના જોડાં કરું, ઋણ તોય ના ઉતરે કદી મા,

શિર નમાવી સાચવું, ઋણ તોય ના ઉતરે કદી મા.


દૂધની ધારા વહે છે, મમ સકલ અંગો મહીં મા,

રક્તનું સિંચન ધરું, ઋણ તોય ના ઉતરે કદી મા.


લાગણીનો ઘૂઘવે દરિયો સતત દિન-રાત તારો,

ભાવથી પૂજન રચું, ઋણ તોય ના ઉતરે કદી મા.


દેવ તું,ભગવાન તું, પૂજા કરું દિલથી છતાંપણ,

હાથ જોડીને નમું, ઋણ તોય ના ઉતરે કદી મા.


દૂધથી પોષણ કર્યું તે હાડ ગાળી જિંદગીનું,

આયખું આખું ખમું, ઋણ તોય ના ઉતરે કદી મા.


પાર તારો ના કદી પામી શકું હું જિંદગીભર,

સાધના કરતાં તપું, ઋણ તોય ના ઉતરે કદી મા.


ધૂળ છું તારા ચરણની, રાગ તારો ગાઉં પ્રેમે,

પ્રેમ આગળ આથડું, ઋણ તોય ના ઉતરે કદી મા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational