STORYMIRROR

Girish Solanki

Drama Abstract Others

3  

Girish Solanki

Drama Abstract Others

"મા"

"મા"

1 min
14.4K


આજે કેટલા વર્ષો પછી
માનાં કપાળે હાથ ફેરવ્યો
નાનો હતો ત્યારે માના કપાળે હાથ ફેરવતો
ને ખૂબ વહાલ આવે તો કપાળે ને ગાલે બચીઓ ભરતો
માની આંગળી પકડીને આંગણામાં
સંતાકુકડી રમતો
ક્યારેક હું સંતાઈ જતો ને
મા મને શોધતી
ક્યારેક મા સંતાઈ જતી ને
ત્યારે.......
ત્યારે મને બહુ રડવું આવતું
ને મા દોડીને આવીને મને છાતી સરસો ચાંપી દેતી 
ને મારો બધ્ધો ડર હવામાં ક્યાંક ઓગળી જતો
જોકે સંતાકુકડીની રમત આજેય ચાલુ છે
પણ
ધીમે ધીમે એ આંગણું છૂટી ગયું હતું
પણ મા ત્યાં જ આંગણામાં ઊભી
રહી મારી રાહ જોઈ રહી હતી
સાચું કહું તો
માને પણ ડર લાગ્યો જ હશે
ને કદાચ માને રડવું પણ આવ્યું હશે
પણ હું એને છાતી સરસો ચાંપી શકું
એટલો નજીક હું હવે નોહ્તો 
પણ.....
આજે કેટલા વર્ષો પછી......
માના કપાળે હાથ ફેરવ્યો
છેલ્લીવાર
માના
અગ્નિદાહ વખતે…
ને માનો દેહ ભડ ભડ કરતો
હવામાં ક્યાંક ઓગળી રહ્યો હતો
મારા ડરની જેમ...

 

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Drama