STORYMIRROR

Girish Solanki

Others

4  

Girish Solanki

Others

નાટક

નાટક

1 min
27.3K


નાટક પૂરું થયું
તાળીઓનો ગડગડાટ થયો
જે પ્રેક્ષકો સાથે લોહીનો સંબંધ લાગતો હતો ....
તે અચાનક
ધીમે ધીમે
ઓડીટોરીયમ છોડી જાય છે..
પડદો પડી ગયો છે.
પણ કોણ જાણે પણ એ મને ગમતું નહિ
બેકસ્ટેજના માણસો
ઉતાવળે બધું સમેટવા લાગે
સેટ વાળાના માણસો સેટ ને હટાવા લાગે. ..
આ દ્રશ્ય મને ભૂકંપ થયા પછીના
ઉજ્જડ નગર જેવું ભાસત...
બધા કલાકારો એક બીજાને જાણે ઓળખાતા જ ના હોય એમ એક પછી એક ઉતાવળે સ્ટેજ ની બહાર નીકળી જાય છે....
ત્યારે મને માણસ ખુબ સ્વાર્થી લાગતો
ગ્રીન રૂમ માં જઈને ને હું પણ મારા હાવ ભાવ ઉતારી નાખું છું
અને પછી
હુયે ....
બહાર નીકળી જાવ છું
જે નાટક પેહલા ભરેલો,ખીચોખીચ વિસ્તાર
હવે તદ્દન નિર્જન ટાપુ જેવો લાગે છે
કોઈ દેખાતું નથી
હું આગળ ચાલવા માંગું છું
એક રિક્ષા વાળો પાછળથી બુમ પાડે છે
"સાહબ કહા જાના હૈ"
અને અચાનક એને કહું છું
"જીંદગી તરફ"
એ હસીને એની રિક્ષા હંકારી મુકે છે
હવે આ સંવાદ હતો કે નાટકમાં બોલતો હતો એ સાચું હતું એ ખબર નહિ
પણ મને એ નાટકમાં બોલતા "ઉછીના સંવાદો" મારા પોતાના લાગતા હતા.
હવે
આ દુનિયા સાચી કે નાટકની દુનિયા સાચી એ ખબર નહિ
અને હું ચાલ્યા કરું છું...
મારી નાનકડી કોસ્ચ્યુંમની બેગ લઈને
ખબર નથી શું કામ
કદાચ જિંદગીની શોધમાં
કદાચ નાટકની શોધમાં


Rate this content
Log in