STORYMIRROR

Girish Solanki

Others

3  

Girish Solanki

Others

પાંવનો ટુકડો

પાંવનો ટુકડો

1 min
13.3K


એક ગંદો,
સડેલો વાસ મારતો સાડલો 
એ બાઈનાં પંડે વીંટળાયેલો હતો.
હાથમાં મેલીઘેલી પ્લાસ્ટિકની
ગુણ પકડેલી હતી...

"આહ !"

એક કાચની કરચ તેનાં તળિયામાં ઘુસી ગઈ
પણ તેની પરવા કર્યા વિના
એ જાણે પહાડ ચડતી હોય
એમ એકી શ્વાસે એ
ઉકરડાનો મોટો ઢગલો ચઢી તો ગઈ
અને દૂરથી દેખાતો એ ગોળ

પાંવનો ટુકડો
એણે ઝપાટા ભેર હાથમાં લઈ તો લીધો 
અને જરાક ધીમેથી એ બાઈ બબડી પણ ખરી

"મૂઓ આ પાંવનો ટુકડો એક
ને મારે દીકરા બે
કેમ કરીને થાસે?"


Rate this content
Log in