રઘલો એક બત્તીવાળો
રઘલો એક બત્તીવાળો
1 min
26.9K
પડું પડું થતી
અને,
લગભગ બે ત્રણ કલ્લાક
એ વજનદાર ડિઝાઈનર બત્તીને
રઘલાએ કચકચાવીને
જકડી રાખી'તી
હાથની હથેળીઓ હવે ગરમ થઈને જાણે દાઝવા લાગી'તી
પાછળથી સતત
લોકોના ધક્કાઓ વાગતા કેટલીય વાર
એ બત્તી પડતા પડતાં બચી ગઈ'તી
પણ આજે કેટલા દિવસ પછી રઘલાને કામ મળ્યું'તું
એને એનો આનંદ હતો
આજે મારી ઝીણી ખાધા વગર નઈ સૂએ
એની એને હાશ હતી
પણ એકલી ઘરે શું કરતી હશે?
રઘલાને અચાનક વિચાર આવ્યો
એ મારી વાટ જોતી હશે?
એની મા ગઈ પછી મારી હાળી
આજુબાજુમાં કોઈની હારે વાતેય નથ કરતી
કચકચાવીને પકડી રાખેલી એ બત્તીને
ચાર વેંત ઊંચી કરીને રઘલો ઉતાવળે પગ માંડવા મંડ્યો
પણ આતો જાનૈયા
એ થોડા ઉતાવળા ચાલે?
ને આ તો રઘલો એક બત્તીવાળો!
