મા
મા
મા શબ્દોથી તને મારા હું શું શણગારું,
મા તુજમાં તો છે આ સકલ વિશ્ચ મારું,
મા સ્નેહની વહેતી અવિરત નદી જાણે
હોઠે ખૂટે ના એના સ્મિતનું નગદ નાણું,
પગ પગ પર અમમાં વિશ્ચાસ ભરતી,
માઁ મારા હૈયે જડેલ રત્ન કોહિનૂર જાણું,
ચારેય ધામ તો તારા ચરણોમાં વસે,
પ્રભુ એ આપેલ અનોખું મંદિર ન્યારું,
ચૂકવવું નથી મા મારે કોઈ ઋણ તારું,
પ્રેમ પામવા તારો, ચડે ભલેને વ્યાજ મારું,
મા તુજમાં તો છે આ સકલ વિશ્ચ મારું.
