STORYMIRROR

BINA SACHDEV

Drama

3  

BINA SACHDEV

Drama

મા

મા

1 min
342

એ ફળિયામાં, ખાલી ઝૂલતાં હિંચકામાં,

મારા શૈશવની યાદોમાં આમ-તેમ ઝૂલે,

સ્મિત રેલાયું યાદોના ભવરણે,

પરાયું થયું આ આંગણુ હવે,

એ વેદનામાં ભર્યા ડગલા.


 નવ આંગણમાં,

 મોકલી મને 'મા' તારા જેવા ઘરે,

 ઉતરમાં પ્રશ્નો અહીં મળે મને,

 મા'ડી સવાલો અહીં મુંઝાય ભીંતરે,

 કાન તરસે કોઇ બેટા કહે સાંભળવાને, 

 ચાલી હું આંગણેથી નીજ ઘર જાવા ! 


 ઉડયું નવું પંખી ગગનમાં,

 એકલ-દોકલ ટહૂકો સંભળાય,

 સંબંધોની દોરી પકડીને,

 ઘરના ટોડલે એ તોરણ,

 અરમાનોનાં આંગણે,

 વિશ્વાસની પાંખે,

 મારાં સર્વસ્વમાં નીકળી પડી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama