STORYMIRROR

nidhi nihan

Drama Inspirational

3  

nidhi nihan

Drama Inspirational

મા

મા

1 min
226

મા કહો બા કહો કે ભલે કહો મમ્મી

વાત્સલ્ય વીરડીમાં ના આવે ઓટ કદી,


સંતાનની સફળતા કાજ પથ્થરોય પૂજતી

એક મા જ છે જે રાખે બાધાને આખડી,


વસતા ભલે વિદેશ દીકરો કે દીકરી

પળેપળ રહેતી ચિંતાતુર એ માવડી,


હોય ચાર દીવાલોની અંદર જ મા રહેતી

આવી પડે વિપદા સાહસ અનેક ખેડતી,


હોય ના જે ઘર પરિવારમા મા ની હયાતી

એમનું જીવન છે અમાસની અંધારી રાતડી,


અગણિત ઉપકાર કર્યા મા બાળપણ સીંચી

દઝાડશો ના ક્યારેય એ મા ની આતરડી,


ચાલતા શિખવ્યુ જે મા એ પકડીને આંગળી 

બની શકાય તો બનજો વૃધ્ધાવસ્થાની લાકડી,


કરશો સેવા ચાકરી તો ઠરશે મા ની આંતરડી

માતૃઆશિશથી મોટી નથી કોઈ દૈવત્ય શક્તિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama