મા
મા
મા જયારે હું મા બની
ત્યારે મને અહેસાસ થયો,
તારી વેદનાનો, તારા સંઘર્ષનો
મને અહેસાસ થયો,
તારા બલિદાનનો, તારી ભાવનાઓનો,
મને અહેસાસ થયો,
તે લીધેલ બાધાઓ અને આકરીઓનો,
મને અહેસાસ થયો,
તારી લાગણીઓનો, તારા કર્તવ્યનો,
મને અહેસાસ થયો,
તારા આંસુઓનો, તારા ગુસ્સાનો,
મા જયારે હું મા બની.
