STORYMIRROR

Hiral Pathak Mehta

Inspirational

4  

Hiral Pathak Mehta

Inspirational

મા

મા

1 min
189

તારા માટે શું લખું ? જેણે મને લખતા શીખવાડ્યું,

તારા માટે શું બોલું ? જેણે મને બોલતાં શીખવાડ્યું,

શબ્દોની સમજ તે આપીને તને શબ્દોમાં વર્ણવું ?


સુખની પરિભાષા ને પ્રેમનો પર્યાય એટલે 'મા',

કોઈ જગ્યાએ શાંતિનો અનુભવ ના થાય ત્યારે ખોળો જેનો યાદ આવે એટલે 'મા',

દુઃખ છૂપાવી હરદમ હસતો ચહેરો રાખે એટલે 'મા',


સહનશક્તિ ને બલિદાનનો સમન્વય એટલે 'મા',

ધરતી પરની સાક્ષાત દેવી એટલે 'મા',


ના લઈ શકે એની જગ્યા કોઈ,

હરેક કિરદારમાં પારંગત એટલે ફક્ત 'મા'.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational