મા
મા
સૂરજનાં સથવારે જાગી જતી
પૂજાપાઠ કરી મકાનને ઘર બનાવતી
એ છે નારી.......
સૌનાં ટેસ્ટનો ખ્યાલ રાખનારી બધાને
જમાડીને ખુદ ખાનારી એ છે નારી....
પોતાનાં સુખને છોડીને સૌનાં સુખને
આગળ રાખનારી રાત દિવસ બસ
ન જોતી એ છે નારી......
આંખોનાં આંસુને છૂપાવી મોં પર
હાસ્ય રેલાવી કરતી દોડમદોડ
એ છે નારી......
દીકરી, મા, પત્ની, વહુ, દેરાણી, જેઠાણી
જેવાં કેટલાંય સંબંધો સાથે જીવતી
એ છે આજની નારી......
સુપર વુમન, સુપરમોમ જેવાં રોલ નિભાવતી
એક હાથમાં કડછી અને બીજામાં મોબાઈલ
એ છે આજની નારી.
