મા વિના ન સુખ લગાર
મા વિના ન સુખ લગાર
મા ન હોત જો જગતમાં, શેષ બચત નહીં પ્રેમ લગાર
લડાઈઓ જ દેખાત સઘળે, છલકતું ન હોત હેત લગાર
વહાલ તણી એ વેલડી, ધરતી પર ઉગી જાણે સાક્ષાત
વહાલ વરસાવી હૈયે ટાઢક આપતી, ઠારતી જગતનો સઘળો તાપ
હેત છલકતું હૈયુ એનું, મા ની કરુણા તો નહીં કોઈ પાર
પ્રેમની દેવી કહું સાક્ષાત, કે મા ને કહું જગદમ્બાનો અવતાર
પૂત્ર બંને કપાતર તોય, મા તો ક્ષમા કરતી રહી જગમાં સદાય
માવતર તો મીઠું મધ જાણે, જોતાં જ છલકે હ્નદયમાં પ્રેમધાર
નેહ વરસતા નેણલાં ને, વરસે હદયે પ્રેમતણો સદા વરસાદ
"રાજ" વિનવે ઈશ્વરને, સદાય દેજો સહુને મા તણો પ્યાર
