STORYMIRROR

Lata Bhatt

Tragedy

4  

Lata Bhatt

Tragedy

મા, તું કદી થાકતી નથી ?

મા, તું કદી થાકતી નથી ?

1 min
194


ઊઠે તું સૂર્ય ઊગે એ પહેલા,

કામ નિપટાવે વહેલા વહેલા,

ઉંઘ તને વહાલી લાગતી નથી?

મા, તું કદી થાકતી નથી?


રાતે ચંદ્રમાં ડોકાય અટારીએ,

ત્યારે જાય તું સૂવા પથારીએ,

સપનું જુએ સદાય અમારી કાજે ,

સ્વયં માટે કેમ કંઇ માંગતી નથી?


રસોઇ તારી સદા સ્વાદિષ્ટ થતી, 

હરીને ધર્યા વિના ન આરોગતી, 

ઊની રોટલી અમારી થાળીમાં,

ગરમ રસોઇ તને ભાવતી નથી?



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy