મા તુઝે સલામ !
મા તુઝે સલામ !


આ મારી સુજલામ, સુફલામ જન્મભૂમિ છે,
જેની દરેક વાત ન્યારી છે !
સવારના રાહદારીઓ ને સાયકલ સવારોની,
ટિફિનવાળાઓ, ટેક્ષીવાળાઓ, રિક્ષાવાળાઓ,
કોર્પોરેટ ઓફિસમાં બેસતાં અંબાણી ને તાતા,
આ સૌને માટે ચા બનાવતી હલકુ ડોશી,
જેની દરેક વાત ન્યારી છે !
પેલો રબારીનો છોકરો ગામડે વસેલો,
ગાયોના ધણ સાથે બેધડક આવતો,
બે ઘડી સ્ટેશન પર વડા-પાઉં ખાતાં,
પાણીની બાટલી "સાચી છે" તપાસતાં,
લોકોની દરેક વાત ન્યારી છે !
ગેટ વે ઓફ ઇન્ડિયા, તાજ મહેલ, સોમનાથ મંદિર,
કે હાજી અલી, પર ઉભેલી જમાતની વાત,
ઢગલો લોકો, માત્ર ટ્રેનોને બસમાં જ નહિ,
ખૂણે ને ખાંચરે રહેલા દેશવાસીઓની
દરેક વાત ન્યારી છે !
રગે-રગ ને કણે -કણમાં એકસૂત્રતાનાં,
તાર રણઝણાવતી મા ભારતી,
તારી તો વાત જ ન્યારી છે !