મા થેન્કયુ
મા થેન્કયુ
મારા જીવનને ખૂબસૂરત બનાવવા માટે મા થેન્ક્યુ
મારામાં આત્મવિશ્વાસ જગાડવા માટે મા થેન્ક્યુ,
ડગલે ને પગલે હંમેશા મારો સાથ આપવા માટે મા થેન્ક્યુ
મને જીવનનું મહત્વ સમજાવવા માટે મા થેન્ક્યુ,
દીકરી કરતા તે મને તારી સખી સમજી એના માટે મા થેન્ક્યુ
મને હંમેશા બેટા કહીને બોલાવવા માટે મા થેન્ક્યુ,
જીવનમાં આવનારી દરેક મુસીબતોનો સામનો કરવા મજબૂત બનાવવા માટે મા
તુલસી, સરસ્વતી, લક્ષ્મી, અન્નપૂર્ણાનો સમન્વય સમજાવા માટે મા થેન્ક્યુ.