મા તારા વગર
મા તારા વગર
મા તારા વગર આ જગત મને સાવ ખાલી લાગે છે,
તું નથી આજ પણ તારી યાદ મને વ્હાલી લાગે છે,
તારા પાલવમાં સંતાતો ને તું ફેરવતી માથે હાથ
આજ મારો હાથ મને મા કેમ સવાલી લાગે છે ?
તારા પ્રેમકેરા વૃક્ષની સદા તે મને આપી મીઠી છાંય
આજ તારા વિના પ્રેમની સાવ સૂકી ડાળી લાગે છે,
મા તારી રોકટોક, છણકામાં સદા વહાલ છલકતું
તારી આંખો વ્હાલથી ભરેલી મીઠી પ્યાલી લાગે છે,
આજ ડનલોપમાં મારી થઈ ગઈ છે, વેરણ નીંદર
મા તારા હાલરડામાં ખુદાની મને કવ્વાલી લાગે છે,
મા તારા વગર આ જગત મને સાવ ખાલી લાગે છે,
તું નથી આજ પણ તારી યાદ મને વ્હાલી લાગે છે.
