STORYMIRROR

Nayana Viradiya

Inspirational

4  

Nayana Viradiya

Inspirational

મા - મારી સાચી ગુરુ

મા - મારી સાચી ગુરુ

1 min
316

મારા અસ્તિત્વનું કારણ છે તું મા,

મારી પહેલી પુકારનું ઋણ છે તું મા,

સ્નેહનું સરોવર અખૂટ છે તું મા,

મારી મધ મીઠડી દોસ્ત છે તું મા,


પ્રેમનું અજોડ પ્રતિક છે તું મા,

જીવનની સાચી રાહબર છે તું મા,

હરહંમેશ સાથ આપનાર એક તું જ છે મા,

દુનિયામાં સૌથી શ્રેષ્ઠ એક તું જ તો છે મા,


ખોળે ટાઢક આપી મને પોષનારી તું જ છે મા,

ખોટે માર્ગ ભટકું તો સાચો રાહ ચીંધનારી તું જ છે મા,

મમતાનો ઘુઘવતો સાગર એક તું જ છે મા,

પંડે પીડા વેઠી મને સર્જનાર એક તું જ છે મા,


ભગવાને આપેલ આ જગતની અમૂલ્ય ભેટ તું જ છે મા‌

સદાય વહેતી વાત્સલ્ય ધારાનું મૂળ એક તું જ છે મા,

જીવન ધરૂ તો પણ ઋણ ન ચૂકવાય એટલા ઉપકાર છે તારા જ મા,

મારા જીવનની રાહબર ને સાચી ગુરુ તું જ છે મા,

વંદન કરી પ્રભુને વિનવું સદાય હસતી રહે મારી મા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational