મા – જિંદગીનું બહુમાન
મા – જિંદગીનું બહુમાન
મનુષ્યની જિંદગીમાં સંબંધોની
કેવી ભરમાર હોય છે
પણ “મા” સાથેનો સંબંધ,
જિંદગીની આરપાર હોય છે
લોહી અને નાડ સાથેનો આ સંબંધ
છે પુરા જગતનો આધાર
પુરી જીવસૃષ્ટિ માં ‘સૌરભ’,
“મા”ની મહાનતાનો પુકાર હોય છે
માતૃત્વ પહેલા પીડા પારાવાર હોય છે
જિંદગીમાં કેટકેટલા ચડાવ અને ઉતાર હોય છે
“મા” ની જિંદગીની હાલાત હોય સારી કે લાચાર
“મા” હોય સાથે ‘સૌરભ’,
તો જિંદગી એક તહેવાર હોય છે
આંખોમાં હોય છે વ્હાલનો સાગર,
“મા” આપણા સુખોનો દ્વાર હોય છે
“મા” ની શ્રધ્ધા હોય છે અપરંપાર,
“મા”ની લડત સામે, દુખો પણ બેજાર હોય છે
આમ તો જોવા જઈએ જિંદગીનો વિસ્તાર
હોય છે બે ભાગ માં ‘સૌરભ’
“મા” સાથેની જિંદગી હોય છે સિતાર,
“મા” વગરની જિંદગી તારતાર હોય છે
