મા બોલી ગુજરાતી, છીએ અમે ગુજરાતી
મા બોલી ગુજરાતી, છીએ અમે ગુજરાતી
આવો પધારો, કેમ છો રણકે મધુર આવકારો જાણજો, એ છે મારી મા બોલી, પ્રભાતિયા સંગ ટહુકાતી, માતૃભાષા ગુજરાતી-છીએ અમે ભાઈ ગુજરાતી,
ઘૂંટો બારાખડી, રટો બારાખડી, ગુર્જર ગિરા સૌમ્ય વાણી,
ગીત ભજન આખ્યાન ચરિત્રે, સીંચે ભાવ કલ્યાણી,
જીવન અભિરામી ખ્યાતિ,,મા બોલી ગુજરાતી, છીએ અમે ગુજરાતી,
મા અધરે મીઠાં હાલરડાં, હૈયે સદા રમતી અમીરાતી,
સીંચે પોષે મા બોલી, સાવજ રસધારા શુભદાતી,
ગુર્જર સંસ્કૃતિ અમર અહિંસા જ્યોતિમા બોલી ગુજરાતી, છીએ અમે ગુજરાતી,
અમે ગુજરાતી, ભાષા ગુજરાતી, વિશ્વે ગુર્જર ડંકોઆપ ભલા તો જગ ભલા, હૈયે નિત ઉમળકો ગરબે ઘૂમે ગુર્જર ખ્યાતિ…મા બોલી ગુજરાતી, છીએ અમે ગુજરાતી,
સંવેદનાની લહર સંગાથે, કલમ કહે કાંઈ લખજોહૈયાની ભાષા, માતૃભાષા,જીવન રણકારો ઝીલજો
દેવ ભાષા જનની વાણી સજતી અન્ય વિશ્વભાષા હું અંગે ધરતી-મા બોલી ગુજરાતી,
છીએ અમે ગુજરાતી,
ભાલણ નરસિંહ પ્રેમાનંદ નર્મદ કલમે, કાળ પ્રવાહે વહેતી મેઘાવી સાક્ષર રસજ્ઞાની પીરસે, માંગલ્યધાત્રી મલકંતી ઋણી અમે મા બોલી, છીએ અમે વિશ્વ ગુજરાતી,
