મા ભારતી
મા ભારતી
વિશ્વમાં વખણાય એવી આજ છે મા ભારતી,
વિવિધતામાં એકતાનો નાદ છે મા ભારતી,
હિન્દુ, મુસ્લિમ, શીખ સાથે પારસી વસતાં અહીં,
વેશ-ભૂષા, ખાનપાને ખાસ છે મા ભારતી !
દેણગી અણમોલ છે આ ભાઈચારો, ભાગ્યથી,
બંદગીમાં પ્રાર્થનાનો સાદ છે મા ભારતી,
પ્રાંતવાદે ના પિસાવું, ઐક્ય સાધી ચાલવું,
એક ભારત શ્રેષ્ઠ માનો, વ્હાલ છે મા ભારતી,
શાંતિ ને સોહાર્દ તો ભરપૂર છે આ ભૂમિમાં,
જાળવો કરતાં જતન તો શાન છે મા ભારતી.
