લટાર
લટાર


સાંજ ઢળી થયો કેસરીયો શણગાર.
સૂરજે લીધી વિદાય થયો અંધકાર.
ઈચ્છાઓના માર્ગે પોરો થોડો ખાધો,
વિચારોના વમળમાં પડ્યો સંસાર.
સમય ચૂપચાપ સરકી નીકળી ગયો,
આગળ ઊભો છે પર્વતનો અવતાર.
સપનાની વાતોએ લીધો સમય બહુ,
રાત બની ટૂંકી પ્રભાત છે ધારદાર.
પાંપણની નીચે સપનાઓ ખૂબ લડે,
લડતા લડતા ક્યારે થઈ ગઈ સવાર.
સપનાં અધૂરા રહ્યાં રાત ગઈ વીતી,
નીંદરડી કહે છે કેવી ચેતનાની લટાર.