STORYMIRROR

Shaurya Parmar

Romance

3  

Shaurya Parmar

Romance

લટ!

લટ!

1 min
26.9K




તારા ગાલ પરની લટ બેહાલ કરે છે,

એકલી પડીને પણ કેવી કમાલ કરે છે!


નાદાર થયા પ્રેમમાં,પછી પણ,

એ એકલી માલામાલ કરે છે!


કાનની પાછળ સંતાડીશ નહી,

લટ વિના સૂનાસૂના ગાલ મરે છે,


લટને ખેંચી લાવે,એ ગાલનો પ્રેમ,

પાછી આવે ને ગાલ લાલ કરે છે!


ખબર નહી શી વાતો કરે છે બંને,

જાણે મને ફસાવવાની ચાલ કરે છે,


તારા ગાલ પરની લટ બેહાલ કરે છે,

એકલી પડીને પણ કેવી કમાલ કરે છે!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance