Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leelaben Patel

Tragedy

5.0  

Leelaben Patel

Tragedy

લખવા દે

લખવા દે

1 min
494


દુભાતા દિલની વાતોને અહીં લખવા દે ને !

પડેલી દિલમાં ફાટોને અહીં લખવા દે ને !


બધું છૂટી ગયું યાદી બની ગઇ છે છતાં,

ગયા તૂટી એ ભાગોને અહીં લખવા દે ને!


ભ્રમરને પણ એ ભીડાવે ભલે કોમળ ઘણાં !

કમળ ફૂલોની જાતોને અહીં લખવા દે ને !


કરે છે વાત મક્કમતા ભરેલી એ સદા,

સજળ દેખાય આંખોને અહીં લખવા દે ને !


પહેરી મુખ ઉપર મ્હોરું મને સામે મળે,

બતાવે ના એ ગાંઠોને અહીં લખવા દે ને !


સમય સરકી ગયો ને લઈ ગયો આશા બધી,

નિરાશાના એ શ્વાસોને અહીં લખવા દે ને !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy