લખી લે જે
લખી લે જે
કોરો કાગળ મોકલું. છું, લખી લેજે,
ભીની લાગણીઓ મોકલું છું, રાખી લેજે.
મોઢા પર જ કહેવાની આદત રહી છે મારી,
ચાહત સમજીને મારી બસ તું સાંખી લે જે.
કિસ્મત પણ મારી જેમ અવળચંડી છે,
હાથ આપું છું તને, કિસ્મત ભાખી લે જે.
લખવા છતાં છૂટી જાય જે કહેવું છે મારે,
નથી લખાતું શબ્દોમાં એ પારખી લે જે.
જયારથી જોયા છે આંખમાં મસ્તી છવાઈ છે,
થોડી દિવાનગી જરૂર છે પણ તું ચાખી લે જે.
જીવન સારું નરસું બધું જ લઈ આવે છે,
પ્રેમ જ ભીતરને ભરે, વાત દિલ પર આલેખી લે જે.
અમુક ખાસ દિલમાં જ પ્રેમ પાંગરી શકે છે,
મળ્યું છે આવું દિલતો એ બદલ હરખી લે જે.

